મોરબીમાં વધુ એક પઠાણી ઉઘરાણીની ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવક પાસેથી હિસાબના બાકીના પૈસા લેવા બાબતે ઈસમે તેને બેઝબોલ બેટથી ફટકાર્યો હતો અને ગાળો આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વિધુતનગર સર્કીટ હાઉસ સામે રહેતા યશપાલભાઇ માવજીભાઇ કાનગડ નામના ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી મોરબીના કેનાલ રોડ પર રહેતા કિશનભાઇ જસાભાઇ કાનગડને હિસાબના બાકીના પૈસા લેવાના બાકી હોય જે બાબતે તેણે ગઈકાલે ગ્રે કલરની નંબર વગરની સ્વીફટ કારમાં આવી ફરિયાદીને પૈસા બાબતે બેઝબોલનો ધોકો જમણા હાથના કાંડા પાસે મારી મુંઢ ઇજા પહોચાડેલ તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.