મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેને લઇ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસનિટીમે રહેણાંક મકાન તેમજ ખંઢેર મકાનમાં રેઇડ કરી રૂ.૭૨,૭૨૦/-ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
માટી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓએ કરેલ સૂચના અન્વયે કામગીરી કરતા દરમિયાન કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, ચકુભાઇ કરોતરા, તેજાભાઇ ગરચરને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબીના નવા ડેલા રોડ પાર રહેતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાએ પોતાના રહેણાંક મકાનમા તથા કુંભારશેરીમા આવેલ ખંઢેર મકાનમાં ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકિકતનાં આધારે પોલીસે રેઇડ કરતા રહેણાંક મકાનમાથી તથા ખંઢેર મકાનમાથી મેકડોલ્સ નં.૧ની ૧૪૪ બોટલ તેમજ રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની ૩૬ બોટલ મળી કુલ ૧૮૦ બોટલોના રૂ.૭૨,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.