રોયલ્ટી વગર રેતી અને સફેદ માટી ભરેલા બે ડમ્પરો ઝડપી પાડીયા
હળવદ પંથકમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ બેફામ ખનીજ ચોરી ચાલું થય ગઈ હોવાનું જાણવા મળતાં હળવદ પોલીસ લાલ આંખ કરી પોતાનો પરર્ચો બતાવી દીધો છે. હળવદ પોલીસ દ્વારા બિન અધિકૃત ખનીજ ચોરી કરતા રેતી અને સફેદ માટીનુ ગેરકાયદેસર વહન કરી રહેલા બે ડમ્પરો ઝડપી પાડતા ખનીજ માફીયાઓ દોડધામ મચી જવા પામી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ દ્વારા રોયલ્ટી વગરનો રેતી ભરેલું ડમ્પર GJ૩૬ V૧૯૦૦ અંદાજીત ૬૫ ટન જેટલી રેતી ડમ્પર સાથે ડ્રાઇવરને ઝડપી પાડેલ, બીજું ડમ્પર સફેદ માટી ભરેલ GJ 03 7273 ડમ્પર અંદાજીત ૬૦ ટન માટી સાથે ડ્રાઇવરને ઝડપી પાડી આ બંને ડમ્પર ચાલકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હળવદ પોલીસ એ લાલ આંખ કરતા ખનીજ માફીયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.