Sunday, January 26, 2025
HomeGujaratરાજકોટમાં ફરી વખત ૧.૧૧ લાખના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેતી...

રાજકોટમાં ફરી વખત ૧.૧૧ લાખના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેતી રાજકોટ એસઓજી

ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વારંવાર ડગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે આ કડીમાં રાજકોટ શહેર એસ.ઓ.જી.એ વધુ એક વખત રાજકોટમાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ૧,૧૧,૧૦૦ ની કિંમતના ૧૧.૧૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવાામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બી.બી.બસીયા તરફથી રાજકોટ શહેરમાં વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “NO DRUGS IN RAJKOT” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય અને એસ.ઓ જી, ના પી.આઇ. જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ ગઈકાલે રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડીથી આગળ ભાવનગર રોડ ઉપર જૈન દેરાસર પહેલા રોડ પરથી ૧,૧૧,૧૦૦ ની કિંમતના ૧૧.૧૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે સુરતના હાસમી એપાર્ટમેન્ટ ૧૦૧ બડે કા ચકલા ગોપીપુરા ખાતે રહેતા મહમંદફયાઝ મહમંદફારૂક ગલાણીની ધરપકડ કરવામાં આવી હતી. અને ડ્રગ્સ સહીત મોબાઈલ અને SHORTEST BD INSULINE SYRING NEEDLE 6MM મળી કુલ રૂ. ૧,૧૬, ૧૯૪૮નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને આ ડ્રગ્સ ક્યાંથી લઇ આવ્યો છે અને કોને આપવાનો હતો તેમજ અત્યાર સુધીમાં કેટલી વાર ડ્રગ્સ ની લેતી દેતી કરી છે એવા અનેક સવાલોના જવાબ મેળવવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!