મોરબીના પરશુરામ ધામ ખાતે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યો અને પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુંછે અને આગામી તા ૮/૧ ના રોજ સાંજે આ કાર્યક્ર્મ યોજવાનો છે જેથી કરીને તેમાંબ્રહ્મ સમાજના તમામ બ્રહ્મબંધુ અને ભગીનીઓને હાજર રહેવા માટે ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે
મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, ભગવાન પરશુરામજીના આશીર્વાદથી મોરબીજિલ્લાની ચારેય બેઠક ઉપર ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાનાસન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પત્રકાર એસો. મોરબીના હોદેદારો તેમજ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ આગામી રવિવાર તા. ૮/૧ ના રોજ સાંજે પાંચ વાગ્યે પરશુરામ ધામ મોરબીમુકામે રાખેલ છે ત્યારે કાંતિભાઈ અમૃતિયાની સાકર તુલા પણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે.