મોરબીમાં આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં ચાલીને જતા એક યુવકને મહીકાની સીમ પાસે રોકી માથાકૂટ કરી બાદમાં યુવકની વાડીએ જઈ ત્રણ ઈસમોએ યુવકને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં મહિકા ડિસ્ટ્રીક બેંકની બાજુમાં રહેતા ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયા નામનો યુવક પોતાની વાડીએ ચાલીને જતા હોય ત્યારે યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા તેનુ મોટરસાઇકલ લઇ ફરિયાદીને સામે મળતા ફરિયાદીને કહેલ કે તુ શુ કામ સામો ચાલ્યો આવેશ એમ કહી ગાળો આપી બોલાચાલી કરેલ અને તેનો ખાર રાખી ફરિયાદી પોતાની વાડીએ હતા ત્યારે આરોપી યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા તથા તેમની સાથેના અન્ય બે ઇસમોએ લોખંડનો પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથીયારો સાથે રાખી ફરિયાદીની વાડીએ જઇ આરોપીઓએ ફરિયાદીને ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.