Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં બે ઓનલાઇન ફ્રોડનાં બનાવો બનતા ખળભળાટ 

મોરબીમાં એક જ દિવસમાં બે ઓનલાઇન ફ્રોડનાં બનાવો બનતા ખળભળાટ 

આજના ડિજિટલયુગમાં એક ક્લિક પર હજારો કિ.મી દૂર બેઠા બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ એની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. ત્યારે આવી જ વધુ બે ધટના મોરબીથી સામે આવી છે. જેમાં ક્રેડિટ કાર્ડનાં પોઇન્ટ રિડીમ કરવા જતા યુવકને 1 લાખથી વધુનો ચૂનો લાગ્યો હતો. જ્યારે અન્ય બનાવમાં ઓનલાઇન ઓર્ડર અંગેની અજાણી લિંક વોટ્સએપમાં આવેલ લિંક ઓપન કરતાં જ પરણીતાના ખાતામાં રહેલ 55 હજારથી વઘુ પૈસા કોઈ અજાણ્યો શખ્સ ઉપાડી લેતાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં અરિહંત સોસાયટી શનાળા રોડ પર રહેતા જીગરભાઇ પ્રવીણભાઇ પોપટને ગત તા.૨૯/૦૮/૨૦૨૨ ના રોજ તેનાં મોબાઇલ નંબર. ૯૫૭૪૮૮૮૧૪૩ ઉપર અજાણ્યા ઇસમે VM-iCASHB મેસેજમા ICICI Credit Card Points Worth Rs.6850 Will Expired Tomorrow. Kindly Redeem Points In Cashback By Clicking લખી એક લીંક આવતા જેમા આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની icici_rewards.apk ની એપ્લીકેશન મા ફરીયાદીએ પોતાના કેર્ડીટ કાર્ડ ની ડિટેઇલ આપતા જે ડિટેઇલ આધારે રૂ.૧,૯૮,૦૨૨.૫૦/- ઉપડી જતા ફરીયાદી સાથે ઓનલાઇલ ફોર્ડ (છેતરપીંડી) કરતાં સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જયારે અન્ય બનાવમાં, મોરબીનાં મકાનનં.૧૫૦૨ પ્લોટનં.૬૫ નીતીનીનગર શકતશનાળામાં રહેતા ગત તા.૪/૮/૨૦૨૨નાં રોજ ઓનલાઇન સાડી મંગાવેલ હોય જે પાર્સલ માટે અજાણ્યા આરોપીએ પાર્સલ મળી જાય તે સારૂ વિશ્વાસમા લઇ ફરીયાદીના વોટસઅપમા લીંક મોકલતા ફરિયાદીએ લીંક ઓપન કરતા તેના એસ.બી.આઇ.ના ખાતામાથી રોકડ રૂ.૫૬,૬૨૫/- ફરિયાદીની જાણ બહાર ઉપાડી મેળવી લઇ લેતા અજાણ્યા વ્યકિત વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!