મોરબી જિલ્લામાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગત તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ વાંકાનેરમાં મોટોસ્લીમ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જેને લઇ વાંકાનેર તાલુકા પોલીસમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં મોટોસ્લીમ સીરામીક લેબર કોલોનીમાં રહેતા અંકુશ નંદકિશોર નામના યુવકે ગત તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પોતાની જાતે પ્લાસ્ટીકની દોરી વતી ગળે ફાંસો ખાઇ લઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ સમગ્ર મામલે મનોજભાઇ ત્રંબકભાઇ ફેફર નામના વેપારીએ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી છે.