Friday, November 29, 2024
HomeGujaratવ્યાજંકવાદના અજગર ભરડામાંથી લોકોને બચાવવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન

વ્યાજંકવાદના અજગર ભરડામાંથી લોકોને બચાવવા મોરબી જીલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનું આયોજન

સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગલમાથી મુક્તિ અપાવવા તેમજ નાણા ધીરધાર કાયદાથી માહીતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા લોક જાગૃતિના હેતુથી “ જન સંપર્ક સભા” નું આગામી ૧૨/૦૧/૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ દ્વારા યોજાનાર જન સંપર્ક સભામાં વ્યાજખોરીની બદ્દી નાથવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકવવા માટે તેમજ વ્યાજખોરીથી પીડાતી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા સાથો સાથ મોરબી જીલ્લાના રજીસ્ટર ઓફ કો-ઓપરેટીવ સોસાઈટીસ, નેશનલાઈઝ બેન્ક/ શેડ્યુલ્ડ બેન્ક /કો-ઓપરેટીવ બેન્ક/ માઈક્રો ફાઇનાન્સ ઓર્ગેનાઇઝેસનને સંપર્ક કરી, ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદાજુદા લેન્ડિંગ શેડ્યુઅલની લોન મેળવવાની વિગતો જરૂરીયાતમંદ લોકો મેળવી શકે તે માટે પેમ્પલેટ્સ વિગેરે પ્રદર્શનનું આયોજન કરવા માટેની વ્યવસ્થા તમામ સંસ્થાઓ સાથે સંકલન કરી જનસંપર્ક સભામાં આ સંસ્થાઓ હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આથી તમામ જાહેર જનતાને જન સંપર્ક સભામાં બહોળી સંખ્યામા મોરબીસીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. જયારે જનસંપર્ક સભામાં જાહેરમા રજુઆત નહીં કરી શકનાર જાહેર જનતા મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ – 02822 243478, મોરબી એલ.સી.બી.ના પી.આઇ. – 75678 88867, મોરબી એસ.ઓ.જી. પી.આઇ.– 95377 99888નો ટેલિફોનિક સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!