મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક વધુ એકવાર સામે આવ્યો છે. જેમાં આરોપીઓના ખેતરમાં માઇનોર કેનારનું પાણી નહિ પહોંચતા “અમારી વાડીમા માઇનોર કેનાલનુ પાણી કેમ આવવા દેતા નથી” તેમ કહી ત્રણ શખ્સોએ આધેડ પર ઘાતકી હુમલો કરતા આધેડને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદના ઢવાણા ગામે રહેતા કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલા નામના આધેડ પર ગઈકાલે ઘરની સામે જ ભુપતભાઇ ડાયાભાઇ રાઠોડ, રણજીતભાઇ ભુપતભાઇ રાઠોડ તથા મહિપતભાઇ ભુપતભાઇ રાઠોડ કે જેઓની બાજુમાં જ વાડી આવેલ છે. તેઓએ ફરિયાદીને અમારી વાડીમા માઇનોર કેનાલનુ પાણી કેમ આવવા દેતા નથી તેમ કહી ત્રણેય આરોપીઓએ ગાળો આપી તેમજ લોખંડના પાઇપ વેદે હુમલો કર્યો હતો. તેમજ ફરિયાદીના દિકરા દિવ્યરાજસિંહને ઢીકાપાટુ તથા લાકડી વતી મારી ઈજાઓ પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. તેમજ હળવદ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.સી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.