રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને સુચના કરેલ હોય જેથી તેઓએ મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચનાને નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે અંગે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજસ્થાન રાજયના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક મોકલનાર નાસતો ફરતો રાજસ્થાનના મલસીસરનો રહેવાસી આરોપી મુકેશ સોહનલાલ જયાની રાજસ્થાન રતનપુર બોર્ડર થઇ નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે તરફ ટ્રક લઇ આવતો હોવાની હકિકત મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે પોલીસ ટીમ બનાવી નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે ખાતે આરોપીની વોચ તપાસ કરતા આરોપી મુકેશ સોહનલાલ જયાની મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.