Friday, November 29, 2024
HomeGujaratમોરબીના પીપળી ગામની સીમમાં આવેલ કારખાનામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કરતી મોરબી...

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ કારખાનામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કરતી મોરબી તાલુકા પોલીસ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી પેપરમીલ લગત મશીનરીની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય ત્યારે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીજ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનું સ્વીટીંગ મશીન તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા ૦૫ મશીનને લગાડવાની ડાઇની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન કારખાનામાં કામ કરતા મજૂરો બનાવ બાદ હાજર નહીં મળી આવતા મજુરોની ઉંડાણપુર્વક માહિતી મેળવી તથા બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી મેળવેલ ફુટેજ આધારે તથા ટેકનિકલ માધ્યમથી આરોપીઓનો રૂટ ચકાસી વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર તરફ હોવાની બાતમી મળતા રાજસ્થાનના ઉદયપુર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી તુરંત જ એક ટીમ રાજસ્થાનના ઉદયપુર જવા રવાના કરી ગુન્હો શોધી કાઢવા સુચના કરી બનેલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુન્હો શોધી કાઢવા સઘન પ્રયાસો હાથ ધરેલ દરમ્યાન ફુટેજમાં મળેલ હકીકત વાળુ આઇશર વાહન રજી.નં MH- 15-HH-8669 વાળુ ગણેશ શાંતિલાલ દુભાયે, ગોવિંદ દિનકર ધાદવડ, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત, રાજકમલ ગંધર્વસિંહ રાજપુત તથા બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ નામના કુલ-૦૫ આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથેનુ વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામેથી પકડી પાડી અન-ડીટેકટ ગુન્હો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ રૂ.૮,૦૦,૦૦૦/-નું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્વીટીંગ મશીન, રૂ.૨૫,૦૦૦/-ની કિંમતનું મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ, રૂ.૧,૦૦,૦૦૦/-નું મશીનને લગાડવાની ૦૫ ડાઇ તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ MH-15-HH-8669 નંબરનું આઇશર વાહન મળી કુલ રૂ.૧૯,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!