સામાન્ય રીતે અરજદારો દ્વારા કોઇ કચેરીમાં અરજી કરવમાં આવ્યા બાદ તેઓની અરજી અન્વયે શું કાર્યવાહી કરવામાં આવી ? તે અંગે અરજદારોને સરકારી કચેરીઓમાં અવાર નવાર પુછપરછ માટે જવું પડતું હોય છે. પરંતુ મોરબી તાલુકા, મામલતદાર કચેરીમાં આનાથી તદ્દન ઉલ્ટો ઘાટ જોવા મળેલ કે એક અરજદારને શોઘવા આખી ઓફિસ કામે લાગી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ત્રાજ૫ર ગામના વયોવૃઘ્ઘ અરજદાર કોળી ગૌરીબેન લાલજીભાઇએ નિરાઘાર વિઘવા સહાયનો લાભ મળવા માટે ગત તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ મામલતદાર કચેરી, મોરબી તાલુકામાં અરજી કરેલ, જે અન્વયે અરજદારે અરજીમા જણાવેલ ૫રશુરામ પોર્ટરીના સરનામે જઇ સ્ટાફએ તપાસ કરતા અરજદાર મળી આવ્યા ન હતા. આવા કિસ્સામાં અરજદાર મળી આવતા ન હોવાથી આજુ-બાજુ વાળાનું પંચરોજકામ કરી અરજી દફતરે કરવામાં આવતી હોય છે. એટલે કે કૉઈ નિર્ણય કર્યા વગર અરજી પરની કાર્યવાહી બંધ કરવામા આવતી હોય છે. ૫રંતુ મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતા પાસે સ્ટાફે આ અરજી રજુ કરતા અરજી દફતરે કરવાને બદલે માનવીય અભિગમ દાખવી વયોવૃઘ્ઘ અરજદારને શોઘવા આદેશ આપ્યો હતો. અરજદારે અરજીમાં જણાવેલ સરનામે તેઓના ઘરની હાલત અતિ બિસ્માર હોવાથી મામલતદારના માર્ગદર્શન હેઠળ મહેસુલી તલાટી, ત્રાજ૫ર એસ.વી. રાઠોડ તથા સ્થાનિક સોર્સ દ્વારા અરજદારને શોઘવાના પ્રયત્નો ચાલુ કરેલ હતા. આ દરમ્યાન ગુજરાત વિઘાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની ભગીરથ કામગીરી ચાલતી હોવા છતાં પ્રયત્નો ચાલું રાખવામાં આવેલ અને આ અરજદાર વૈભવ હોટલ, લખઘીરપુર આસ-પાસની ઓરડી વિસ્તારમાં રહેતા હોવાનું શોઘી કાઢી, અરજી અન્વયેના અઘુરા સાઘનિક કાગળો પુરા કરાવી છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુઘી સરકારની યોજનાનો લાભ પહોંચાડવાના ગુજરાત સરકારના સુશાસનના ઉદ્દેશ્યોને સિઘ્ઘ કરતો સહાય મંજુરી હુકમ તા.૦૩/૦૧/૨૦૨૩ ના રોજ કરી, અરજી કર્યા તારીખથી સહાય મંજુર કરવામાં આવેલ હતી.