રાજયમાં વ્યાજખોરો બેફામ બનીને આડેધડ વ્યાજ વસૂલતા હોવા ઉપરાંત ત્રાસ ગુજારતાં હોવાની અનેક વખત રાવ ઉઠે છે ત્યારે આ મામલે રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરુદ્ધ એક સ્પેશ્યલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં લોક સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઝુંબેશમાં વ્યાજંકવાદ પર એક અંકુશ લગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને વ્યાજના ચક્કરમાં ભોગ બનનાર લોકોને ન્યાય અપાવવા માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા એક સપ્તાહમાં પાંચ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામ કેસોની તાપસ ચાલુ છે. જેમાં આ લોકોએ કેવી રીતે વ્યાજના પૈસા આપ્યા હતા અને તેઓએ આ લોકો પાસેથી શું શું ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા ? સહિતની વિવિધ બાબતોની તાપસ હાલ ચાલુ છે. તેમજ તેઓ દ્વારા અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, લોકો નિર્ભય રીતે અને કોઈની બીક વગર પોલીસ સ્ટેશનમાં બીજા તમામ પોલીસના અધિકારીઓ સાથે વિસ્તૃત વાત કરી શકે તે માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ-અલગ લોકો સાથે સંવાદ સાથે લોકદરબાર કરી રહ્યા છીએ. અને સરકારની તેમજ બેંકોની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કે જેથી લોકો પોતાની પૈસાની જરૂરિયાતો પુરી કરી શકે. તેમજ રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં કાલે 12 વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ જાણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકોને પોતાની ફરિયાદ સાથે આવવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યારસુધીની નોંધાયેલ ફરિયાદોમાં કોઈ મિલકત પચાવી પડેલ હોય તેવો ગુનો નોંધાયો નથી. તેમ છતાં આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. કે લોકોએ જે તે સમયે આ અંગે જણાવેલ ન હોય પરંતુ જો તપાસ દરમિયાન આ વસ્તુ ધ્યાને આવશે તો એને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનની એક SHO ટીમ તેમજ SOG અને LCBની બે ટિમ જિલ્લા લેવલે અને હરેક પોલીસ સ્ટેશનના પીઆઇની નિગરાની હેઠળ એક એક ટિમ કાર્યરત છે.