મોરબી જિલ્લા પોલીસ દ્વારા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ની અધ્યક્ષતામાં જન સંપર્ક સભા યોજવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના અનેક નાગરિકો પોતાની સમસ્યા સાથે હાજર રહ્યા હતા અને આ મોરબી પોલીસ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથક ને એક જ સ્થળે ડેસ્ક બનાવી ને તાત્કાલિક ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ તકે અલગ અલગ બેંકો દ્વારા પણ લોન માટે ની માહિતી આપતા ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા.આ સભામાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા,પ્રકાશભાઈ વરમોરા,જીતુભાઇ સોમાણી ઉપસ્થિત રહયા હતા.
આ તકે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા જણાવાયું હતું કે તમામ લોકો પોલીસ છે અમે યુનિફોર્મ પહેર્યો છે અને તમે નથી પહેર્યો એટલે તમામ લોકોએ સાથે મળી ને કામ કરવાનું છે અને પોલીસની આ ઝુંબેસ ને જન જન સુધી પહોંચાડે તેમજ અન્ય લોકો વ્યાજના ચુંગાલમાં ફસાયા હોય તેમજે પોલીસ સુધી પહોંચવા મા મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી મોરબી પોલીસ તમારા આંગણે આવી છે તેમજ જે લોકો એ લોક એ આ સભામાં જાહેરમાં પોતાની વ્યથા જણાવી છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે અને આવા વ્યાજખોરોથી છૂટકારો મેળવવો અને આગામી પેઢી ના ભવિષ્ય ને સુધારવાના હેતુથી પોલીસે આ ઝુંબેશ શરૂ કરી છે તેમજ કોઈ લગ્ન પ્રસંગ હોય કે અન્ય જાહેર કાર્યક્રમો હોય પોલીસને જાણ કરશો તો ત્યાં પોલીસ મથક નું હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે અને ત્યાં આવી ને પોલીસ આપની ફરિયાદ નોંધશે. અને વ્યાજખોરો એ જો કોઈની મિલ્કત પડાવી લીધી હોય અથવા વ્યાજ ના પૈસાથી બનાવેલ મિલકત ને ટાંચ માં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ ઇન્કમ ટેક્સ,ઈ ડી સહિતની એજન્સીઓ ની પણ મદદ લેવામાં આવશે અને વ્યાજના લાયસન્સ લઈને તેનો દુરુપયોગ કરતા તત્વોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ‘ધંધો છોડી દો અથવા મોરબી છોડી દો નહિતર મોરબી પોલીસ તમને નહિ છોડે’ વધુમાં કહ્યું હતું કે મોરબીના લોકો એ કોઈથી ડરવાની જરૂર નથી અને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સુધી પહોંચે તેમજ મોરબી પોલીસ ને ફોન દ્વારા સંપર્ક કરી ને પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે અને વ્યાજખોરો ને ડામવા મોરબી પોલીસ દ્વારા કડક માં કડક પગલા લેવામાં આવશે તેમજ ફરિયાદી ની સુરક્ષા ની બાહેધરી પણ આપવામાં આવી હતી.