મોરબીમાં વ્યાજંકવાદ વિસ્તરતો જઈ રહ્યો છે. જેને અંકુશ લગાડવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક લોકદરબાર અને જનસંપર્કના કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીએ તેની પાસેથી રૂ.૨૦,૦૦૦/-ના રૂ.૬૬,૦૦૦/- વસૂલ્યા છતાં હજુ પૈસાની માંગણી કરી તેના પતિ અને પુત્રને હત્યા નિપજાવવા ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વાવડીરોડ, સુમતીનાથ નગર મકાનનં-૧૧૨ કબીર આશ્રમ સામે રહેતા શીતલબેન હિતેશભાઇ જોષી નામના પરણિત મહિલાના પતિ હિતેશભાઇ જોષીએ મોરબીના રાજપર ખાતે રહેતા હિતુભા નરેન્દ્રસિંહ ઝાલા પાસેથી રૂ.૨૦,૦૦૦/- વ્યાજે લીધા હતા. ત્યારે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.૨૦,૦૦૦/- નાણા ધિરી અને તેની પત્નીના નામનો કોરા ચેકમાં ફરીયાદી મહિલાની સહિ તથા ફરીયાદીના મોટર સાઇકલ નંબર GJ36N0183 ની અસલ આર.સી.બુક મેળવી લઇ તેમજ ટી.ટી.ઓ.ફોર્મમાં સહિ મેળવી લઇ આજદિન સુધીમાં રૂપીયા ૬૬,૦૦૦/- ની વ્યાજની રકમ મેળવી લઇ અને વધુ રકમ માટે ફરીયાદીના પતિ તથા પુત્રને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની મોટર સાઇકલ બળજબરીથી કઢાવી લેવા ધમકી આપી અને વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.