Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં પુત્રવધુના સારવાર માટે લીધેલ રૂપિયાનું બમણું વ્યાજ ભર્યા છતાં વ્યાજખોરોએ ચેક...

મોરબીમાં પુત્રવધુના સારવાર માટે લીધેલ રૂપિયાનું બમણું વ્યાજ ભર્યા છતાં વ્યાજખોરોએ ચેક બાઉન્સ કરાવતા ફરિયાદ નોંધાઈ

ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવ્યું છે. વ્યાજખોરીથી પીડિતા પરિવારોને બચાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગઈકાલે મોરબી ખાતે યોજાયેલ જનસંપર્ક કાર્યક્રમમાં એક વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેણે વ્યાજે લીધેલ પૈસા ચૂકવવા મિલ્કત વેચીને બમણી રકમ ચૂકવી છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી તેઓના ચેક બાઉન્સ કરાવી કોર્ટના ચક્કર લગાવવા મજબુર કરતા સમગ્ર મામલે વૃધ્ધે પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બિલીયા ખાતે રહેતા જશમતભાઇ છગનભાઇ સાણદીયા નામના વૃધ્ધે તેના પુત્રો પૈકી લલીતભાઇની પત્નિની બિમારી સબબ સારવાર અર્થે મોટીવાવડી ખાતે રહેતા પ્રધ્યુમનસિંહ દરબાર, મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટની પાસે રહેતા વિજયભાઇ માધાભાઇ રાઠોડ, મોરબીના ધરમપુર ખાતે રહેતા મનીષભાઇ વાણંદ, મોરબીના રામેશ્વર નગર, થોરાળા ખાતે રહેતા રણુભાઇ પટેલ તથા મોરબીના બોની પાર્ક, રવાપર રોડ ખાતે રહેતા અલ્પેશભાઇ પટેલ પાસેથી અલગ અલગ તારીખે અલગ અલગ રકમ ઉચા વ્યાજે રૂ. ૫,૮૦,૦૦૦/- લીધેલ હોય જે રકમ આરોપીઓને ફરીયાદીએ પોતાની મિલ્કત વેચીને બમણી રકમ રૂ. ૧૧,૩૦,૦૦૦/- જેટલી ચૂકવી આપેલ હોવા છતાં આરોપીઓએ ફરીયાદી પાસે બળજબરીથી વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કરી નોટીસ મોકલી કોર્ટમાં ફરિયાદી તથા તેના પુત્રોએ આપેલ કોરા ચેક બાબતે કેસ કરવાની ધમકી આપતા સમગ્ર મામલે વૃધ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે પ્રધ્યુમનસિંહ દરબાર સિવાય તમામ આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!