મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદ મામલે પોલીસે જાગૃતિ કાર્યક્રમો યોજ્યા છે. ઉપરાંત કાર્યવાહીની ખાતરી આપતા વ્યાજખોરો વિરુદ્ધ ધડાધડ ફરિયાદ થઈ રહી છે. ત્યારે મોરબીના એક યુવકે પઠાણી ઉઘરાણી કરતા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ M-18 નં.92 શનાળા રોડ ખાતે રહેતા રમેશભાઈ રમણીકભાઈ ધામેચા નામના આધેડના ભત્રીજા સુનીલભાઈએ કાલીકા પ્લૉટ મોરબી ખાતે રહેતા મહાવીરસિંહ મનુભા જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીએ ફરીયાદી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીની દુકાનનો દસ્તાવેઝ લઈ દુકાનનુ નોટરી લખાણ કરાવી તેમજ ફરિયાદીના ભત્રીજા પાસેથી કોટક મહીદ્રા બેકનો કોરો ચેક લઈ ફરીયાદી તથા સુનીલભાઈને મૃત્યુ નિપજાવવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.