Friday, October 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના ઘુટુ ગામ ખાતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી તાલુકાના ઘુટુ ગામ ખાતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં જુદા જુદા બેરલમા રાખવામાં આવેલો દેશી દારૂનો આથો અને ભઠ્ઠી ઝડપાઇ હતી. મોરબી પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઘુટુ ગામ પરેચા શેરી વિસ્તારમાં આવેલ અશોકભાઇ ખોડાભાઇ દંતેસરીયાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી દેશીપીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી પતરાના ૦૧ ડબ્બામાં રહેલ ૧૦ લીટર ગરમ આથો તથા ૨૦ લીટર ક્ષમતાવાળા પ્લાસ્ટીકના કેરબામા રહેલ દેશીદારૂ બનાવવાનો ૨૦ લીટર ઠંડો આથો તથા પ્લાસ્ટિકના કેનમાં રહેલ દેશીદારૂ જેવુ કેફી ૩ લીટર પ્રવાહી તથા ભઠ્ઠી લગત સાધનો મળી કૂલ રૂ.૨૭૦/- ના મુદામાલ સાથે અશોકભાઇ ખોડાભાઇ દંતેસરીયા નામનો આરોપી સ્થળ પર મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!