ઘોર કળયુગમાં ભગવાન શ્રીહરિએ પધારી સંપ્રદાયમાં ઉત્સવોની હારમાળા સર્જી છે. ભગવાને જે કર્યુ તે ઔલોકીક થઈ ગયું તેમજ શ્રીહરિએ સુરાખાચરનાં ઘરે બે – બે માસ દરમ્યાન શાકોત્સવની ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ એટલે શાકોત્સવ. નાના હરિમંદિરથી લઈ દેશ-વિદેશમાં શાકોત્સવની ઉજવણી થાય છે.
ત્યારે શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ- મોરબી દ્વારા પણ દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મહાન વચન સિદ્ધ સંત સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજીનું સંત મંડળ પધારીને હરિ ભકતોને દર્શન, આશિર્વચન અને મહા પ્રસાદનું સુખ આપ્યું હતું.