હળવદ પોલીસ સ્ટેશનમાં તા. ૨૨/૧૨/૧૮ ના કોયબાના રહેવાસી નવધણભાઈ ઠાકરશીભાઈ સાપરાનુ મર્ડર થયુ હતુ. જે બનાવની હકીકત એવી હતી કે તા.૨૨/૧૨/૧૮ ના રાતના પરીવારના સભ્યો વાળુ-પાણી કરી જે ઘરમાં સુતા હતા ત્યાં સવારમાં ૪-૦૦ વાગ્યે ઠાકરશીભાઈએ ઘરમાં પથારીમા નવધણને ન જોતા પરીવારના સભ્યોને પુછેલ કે નવધણ કયા ગયો છે. તો જાણવા મડેલ કે રાતના અગીયાર વાગ્યે ફોન આવતા નવઘણે કહેલ કે હકા કાકાનો ફોન આવે છે અને મને વાડીએ બોલાવે છે, અટલે હું જાઉં છુ. એમ કહી ને વાડીએ ગયેલ છે.
ત્યારબાદ સવારમાં નવઘણની નદીના સામાકાંઠે મરણ ગયેલ લોહીલુહાણ હાલતમાં જોવા મડેલ, આખા શરીર ઉપર ધા જોવા મડેલા અને ત્યાથી પોલીસને જાણ કરેલ અને પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરેલ જેમા ડોગસ્કોર્ડ, ફુટપ્રીન્ટ, ફોરેન્સીકલેબ બોલાવી ખુબ જ ઉડાણપુર્વક તપાસ કરી અજય ઉર્ફ, અજીત હેમુભાઈ શીશા તથા મુકેશ જશમતભાઈ થરેશાને પકડી પાડેલ અને સ્થળ પરથી મડેલ પુરાવો તથા કોલડીટેલ્સના આધારે કુલ ૩૫ જેટલા લોકોના મોખીક, લેખીત પુરાવાઓ મેળવી હળવદના જ્યુડિસ્ટ્રીટ મેજિસ્ટ્રેટની કોર્ટમા ચાર્જશીટ રજુ કરેલ જે બાદ હળવદ કોર્ટને સદર કામ ચલાવવાના પાવર ન હોય કેસ કમીટ કરી નામદાર મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમા મોકલવામાં આવેલ જે કેસ ચાલતા પ્રોસીકયુશને કેસ સાબીત કરવા સરકાર પક્ષે તમામ પુરાવાઓ રજુ કરેલા અને આરોપી પક્ષે પુરાવાઓનુ ખંડન કરેલ, બન્ને પશ્રના પુરાવાઓને ચકાસી, મુલ્યાકન કરીને મોરબીના ડીસ્ટીકટ એન્ડ સેશન્સ જજે ચુકાદો જાહેર કરેલ અને બન્ને આરોપી અજય ઉફે. અજીત હેમુભાઈ શીશા તથા મુકેશ જશમતભાઈ થયેશાને નિદોર્ષ છોડી મુકવાનો હુંકમ કરેલ છે. આરોપી પક્ષે આ કેસમાં એડવોકેટ એસ.આર.ઝાલા તથા વિશાલ રાવલ, જે.ડી.ઝાલા રોકાયેલ હતા.