મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ ચોરી, લૂંટના ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય જે અનુસંઘાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી-બી ડીવિઝન પોલીસની ટીમે ત્રણ ચોરાયેલ મોટરસાઇકલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ જુના ધુટ રોડ ખાતે શંકાસ્પદ ઇસમ તેમજ ચોરીના મોટરસાયકલો બાબતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એક શંકાસ્પદ મોટર સાઇકલ ચાલકને રોકી મજકુર ઇસમ પાસે મળી આવેલ મોટર સાઇકલના નંબર સાથે પોલીસે ઇ ગુજ પોકેટ કોપ એપ્લિકશનમાં સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરતા વાહન માલિકે પોતાનુ મોટર સાઇકલ ચોરી થયેલ હોવાનુ અને આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ લખાવેલ હોવાનુ જણાવેલ હોય જેથી મોરબીના લાલપર શ્યામ હોટલ પાછળ રહેતા ઇસમ ગજુભાઇ જાલમભાઇ દેવરાની સઘન પુછપરછ કરતા પોતે અન્ય બે મોટર સાઇકલ પણ ચોરી કરી છુપાવી રાખેલ હોવાની કબુલાત આપતા GJ-36-E- 5006 નંબરનો હોન્ડા કંપનીનું લીવો બાઈક, GJ-36-N-9006 નંબરનું હીરો કંપનીનુ પ્લેંડર પ્લસ બાઈક તથા GJ-36-AB-3958 નંબરનું બજાજ કંપનીનુ પલ્સર મળી કુલ ત્રણેય મોટર સાઇકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.