કાશ્મીરના રાજોરીમાં ચાર દિવસ અગાઉ બજરંગદળના કાર્યકર્તા દિપક અને પ્રિન્સ સહીત પાંચ લોકોની હત્યા થઈ હતી. તેમજ આસામના કરીમગંજમાં રવિવારે બજરંગદળના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. તેના પછી કરીમગંજ સહીત સમગ્ર ભારતમાં ત્યા સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો આને લઇને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા હળવદ ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું.
બજરંગદળનાં કાર્યકર્તાનાં જણાવ્યા અનુસાર, કાશ્મીરના રાજોરીમાં તથા આસામના કરીમગંજમાં થયેલ બજરંગદળના કાર્યકર્તાની હત્યા અને દિલ્હીમાં એક હિન્દૂ યુવકની હત્યા કરવામાં આવી હતી. જેને લઇ જિહાદી માનસિકતાનું વળવું સ્વરૂપ ભારતની અંદર જે ઉજાગર કરી રહ્યા છે. તેના વિરોધમાં આજે બજરંગદળ દ્વારા દેશભરમાં શહેર તેમજ જિલ્લા કેન્દ્રો પર આવેદનના કાર્યક્રમો યોજેલ હતા. જેના ભાગરૂપે આજે હળવદમાં પણ આવેદનપત્ર આપી અને કડકમાં કડક હાથે આવા જિહાદી માનસિકતા ધરાવતા તત્વોની માનસિકતા નાસ થાય જેને લઇ બજરંગદળ, વિશ્વ હિન્દૂ પરિષદ અને સમગ્ર હિન્દૂ સમાજની માંગણી છે. તેમ બજરંગદળનાં કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું.