મોરબી ખાતે રૂ. ૧૨.૭૧ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનું લોકાર્પણ અને રૂ.૭.૫૦ કરોડના ખર્ચે બનેલી કચેરીનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખાત મુર્હત થયાં ને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે
મોરબી એસપી કચેરીને એક વર્ષ પૂર્ણ રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘ, પૂર્વ એસપી ડો.કરનરાજ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી મોરબી એસપી કચેરી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ
આ કચેરી ખાતે પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ વિભાગની વહિવટી શાખાઓ, લોકલ ઇન્ટેલીજન્સ શાખા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સાયક્રર ક્રાઇમ સેલ, ઇ-ચલન રૂમ, પોલીસ કંટ્રોલરૂમ, તેમજ વિડીયો કોન્ફરન્સ રૂમ, કોન્ફરન્સ હોલ, તાલીમ હોલ, તેમજ અત્યંત આધુનિક સુવિધાથી સજજ સી.સી.ટી.વી.કમાન્ડ કંટ્રોલરૂમનું નિર્માણ કરવામાં આવેલ છે ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થયું છે.
જો કે આ સમયે રેન્જ ડીઆઈજી સંદીપ સિંઘ તેમજ મોરબીના પૂર્વ એસપી ડો.કરનરાજ વાઘેલાએ જાતે માર્ગદર્શન આપી લોકોને વધુ સવલતો રહે એ માટે તમામ સુવિધાઓ તૈયાર કરાવી હતી ત્યારે આજના એસપી એસ આર ઓડેદરા પણ લોકોને કોઈ હાલાકી ન પડે એ માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે આજે મોરબી નવનિયુક્ત અદ્યતન એસપી કચેરીને સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે પહેલી વર્ષ ગાંઠ પર પણ લોકો નોંધ લઈ રહ્યા છે અને મોરબીની અદ્યતન એસપી કચેરીની પ્રશંસા કરી રહ્યા છે.