મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને તે દુર્ઘટનાને અંદાજે બે મહિના જેવો સમય પૂર્ણ થવા આવ્યો હોય હજુ પણ આ કેસ ની મુખ્ય કડી કહી શકાય એવા ઓરેવા ગ્રુપના સુપ્રીમો દુર્ધટના બની ત્યારથી જયસુખ પટેલ ભૂગર્ભ માં ઉતરી ગયા છે.
ત્યારે મોરબી સેશન્સ કોર્ટમાં ઝૂલતા પુલ નો કેસ ચાલુ હોય જેમાં અત્યાર સુધી ઓરેવા ના બે મેનેજર તેમજ ટિકિટ બારીનો સ્ટાફ અને કોન્ટ્રાક્ટર મળી કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આગામી તા.૨૮ જાન્યુઆરી સુધીમાં પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવાની હોય જેથી જો જયસુખ પટેલ ચાર્જશીટ માં આરોપી તરીકે હોય તો તેની ધરપકડ ન થાય તે માટે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે જે જામીન અરજીની મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આવતીકાલે સુનવણી હાથ ધરવામાં આવશે ત્યારે ચાર્જશીટ માં જયસુખ પટેલ ને આરોપી તરીકે નામ ઉમેરાયું છે કે નહિ તે તો ચાર્જશીટ રજૂ થયા બાદ જ જાણવા મળશે.