મોરબીના શનાળા રોડ, હદાણીની વાડી,ચિત્રા હનુમાનજીના સામે રહેતા અરજદાર જયેશભાઈ કરમશીભાઈ કંઝારીયા દ્વારા આજે તેમના ઘર પાસે આવેલ રોડનું કામ મંજૂર થયેલ હોય જે કામ ચાલુ હોય અને અચાનક તે કામ બંધ કરવામાં આવેલ હોવાથી વાહન ચાલકોને ફરીને જવું પડે છે. જેથી તેઓએ આ સમસ્યાનો ત્વરિત નિરાકરણ લાવવા અધિક કલેકટર મોરબીને પત્ર લખી રસ્તો ખુલ્લો કરાવવા માંગ કરી છે.
પત્રમાં અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર- ૧૦ માં શનાળા રોડ ચિત્રા હનુમાનજીના મંદિર સામે હદાણીની વાડી આવેલ છે. જેમાં જણાવવાનું કે અમારા વિસ્તારમાં હાલ રોડનું કામ મંજૂર થયેલ છે અને એ કામ ચાલી રહેલ હતું અને આ કામ અચાનક કયા કારણો સર બંધ કરવામાં આવેલ છે. જે રોડ અધવચ્ચેથી બંધ કરવામાં આવેલ છે. તેથી તેને ફરીને ચાલુ કરવા સ્થાનિક લતાવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ મોરબી નગર પાલિકા દ્વારા બનાવવમાં આવેલ પ્લાન કે નકશા મુજબ જે શેરી મંજૂર થઈ છે. તેમાં જ કામ કરેલ છે કે કેમ? તેની યોગ્ય તપાસ કરી યોગ્ય ન્યાય આપવો અને એન્જીનીયર દ્વારા અમારી શેરીમાં તપાસ કરવામાં આવેલ હોવા છતા કોન્ટ્રાકટર દ્વારા તે કામ કયા કારણો સર અધવચ્ચેથી બંધ કરવામાં આવેલ છે તેની યોગ્ય તપાશ કરવા વિનંતી છે. તેમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.