રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ને ઝડપી પાડ્યા છે જ્યારે એક ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમને ગતરોજ બાતમી મળી હતી કે, ઇશ્વર ઉર્ફે બાલો કરશનભાઇ કંઝારીયા નામના શખ્સના મોરબી વાવડી રોડ બાવળીયા પીરની દરગાહ પાસે હદાણીની વાડી પાસે આવેલ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખવામાં આવેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મકડોવેલ્સ નં.૧ વ્હીસ્કીની રૂ.૧૩,૫૦૦/-ની કુલ ૩૬ બોટલો તથા 50/50 બ્લુ વ્હીસ્કી ની કાચની કંપની સીલ પેક રૂ.૧૫૦૦/-ની કુલ ૦૫ બોટલો તથા ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૩૯૦૦/-ની ૩૯ બોટલો મળી કુલ કિ.રૂ.૧૮૯૦૦/નો મુદામાલ કબ્જે કર્યો છે. તથા ઇશ્વર ઉર્ફે બાલો કરશનભાઇ કંઝારીયા નામનો આરોપી શખ્સ સ્થળ પર નહિ મળી આવતા તેની તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે જાંબુડીયા ગામ નવી આર.ટી.ઓ. કચેરી પાછળ રેઇડ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મકડોવેલ્સ નં.૧ વ્હીસ્કીની કુલ ૦૬ બોટલોનો રૂ.૨૨૫૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. અને નવા જાંબુડીયા નિશાળ વાળી શેરીમાં ભાડેથી રહેતા ચંદુભાઇ ઉર્ફે ઢીંગલી નરશીભાઇ મીઠાપરાની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.