મોરબીના ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી. જેની આજે સુનાવણી કરવાની હતી. પરંતું તેમના વકીલ આજે હાજર ન રહેતા સુનાવણી આગળ ઠલવાઈ છે.
મળતી માહિતી અનુસાર, જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની આજે સુનવણી કરવામાં આવનાર હતી. જેથી નામદાર કોર્ટમાં જયસુખ પટેલના વકીલ એ.કે.જાડેજાનુ નામ બોલાયું પરંતુ વકીલ ગેરહાજર રહ્યા હતા. જેથી આગામી તા.૧/૨/૨૦૨૩ નાં રોજ આગોતરા જામીન અરજીની સુનવણી હાથ ધરાશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પણ વધુ તપાસ અર્થે મુદત માંગવામાં આવી હતી. તેમજ મૃતક પરિજનો તરફથી લડતા વકીલ દ્વારા પણ વાંધા અરજી માટે મુદત માંગવામાં આવી હતી.