મોબાઇલ ફોન કોઇ પણ વ્યકિતનુ અંગત સાધન બની ગયું છે. આપણી ખાનગી માહિતી ધરાવતા ફોનમાં આપણો મહત્વનો ડેટા હોઈ છે. થોડીવાર પણ મોબાઇલ આડો અવળો થઇ જાય તો ધ્રાસ્કો પડી જતો હોય છે. પરંતુ હજુ માનવતા જ્યારસુધી જીવંત છે ત્યાર સુધી ફોન પરત મળી શકે છે.તેનો જીવંત દાખલો મોરબીનાં ટ્રાફિક બ્રિગેડે પૂરું પાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, ટ્રાફિકબ્રગેડ રાજભાઈ ગોહિલને ગઇકાલે સવારના 10:00 વાગ્યે પોઇન્ટ પોસ્ટઓફીસ ફાટક પાસેથી એક vivo કંપનીનો રૂપિયા 19,500 નો ફોન મળેલ હતો. જેથી તેઓએ ફોનમાંથી નંબર કાઢીને ફોનમાં તેના માલિક જેમનું નામ કૌશિકભાઈ છેલાણીયા બતાવતા તેમને જાણ કરીને તેમનું બિલ ચેક કરી યોગ્ય તપાસ કરીને તેઓનો ફોન પરત કરી એક સરાહનીય કાર્ય કર્યુ હતું.