મોરબીમાં દ્વિચક્રીય વાહન ચોરતી ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તેમ એક બાદ એક દ્વિચક્રીય વાહનોનો ચોરી કરી રહી છે. જેને લઈ પોલીસ પણ એલર્ટ થઈ છે અને આવા ચોરોને દબોચી રહી છે. તેમ છતાં ચોર ઈસમો જાણે સુધારવાનું નામ જ ન લઈ રહ્યા હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી-વાકાનેર નેશનલ હાઇવે પરથી બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝનમાં નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના જય ગણેશ નગર, ટીંબડી પાટીયા પાસે રહેતા મૂળ રાજસ્થાનના આનંદપુરા, જુનિયાના ટ્રાંન્સપોર્ટના વેપારી સત્યનારાયણ કજોડમલ ધાકડ ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ પોતાનું GJ-36-K-5511 નંબરનું હીરો કંપનીનુ ડીલક્ષ મોટર સાઇકલ મોરબી-વાકાનેર નેશનલ હાઇવે ઉપર જનકપુરી સોસાયટી સામે, સતનામ કાટા પાસે પાર્ક કરી જતા રહ્યા હતા. જે બાદ બીજા દિવસે એટલે કે,ગત તા.૧૪/૦૧/૨૦૨૩ ના સવારના આંઠેક વાગ્યા આસપાસ આવી જોતા તેઓને પોતાનું બાઈક ત્યાં ન મળતા તેઓએ જાત તપાસ કરી છતાં બાઈક ન મળતા આખરે તેઓએ પોતાની રૂ. ૪૦,૦૦૦/ -કિંમતની GJ-36-K-5511 નંબરનું હીરો કંપનીનુ ડીલક્ષ મોટર સાઇકલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી ગયેલ હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝનમાં નોંધાવી છે.