ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોનો સફાઇ, સેનિટેશન, જાહેર શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સહિતની બાબતોને આવરી લઇ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સર્વે કરી ક્રમાંક આપવામાં આવતો હોય છે. ત્યારે નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા તારીખ16 થી 31મી જાન્યુઆરી 2023 દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં બેંકની વિવિધ શાખાઓ/કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કાર્યકમને અનુસંધાને બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વચ્છ પર્યાવરણ- સ્વસ્થ સમાજ નારા સાથે રાષ્ટ્ર પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવવા બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા ખાતે ગઈકાલે બેંકના ગ્રાહકો તેમજ આમ જનતા માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના ગ્રાહકો તેમજ ગઈકાલે જનતાએ તેનો બહોળો લાભ લીધેલો હતો અને સાથે સાથે વધુને વધુ વ્રુક્ષો વાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા, આસપાસ સાફ સફાઇ રાખવી વગેરે બાબતો પર જાગૃતિ વધે એવા સંદેશા આપેલ આ આયોજનને અતિ સફ્લતાપૂર્વક કરવામા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનિલ કુમાર , ચીફ મેનેજર રાજુલભાઇ હાથી અને મેનેજર અમિતભાઇ વાજાનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો હતો.