કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ના ઉમેદવારોની આગામી સમયમાં પરીક્ષા યોજાનાર છે. તારીખ 29 જાન્યુઆરીના રોજ ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટેની પરીક્ષા યોજાનાર છે. ત્યારે બહાગામથી આવતા બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓને અગવડતા ન પડે માટે પરશુરામ ધામ મોરબી દ્વારા ખાસ આયોજન કરાયું છે.
પરશુરામ ધામ મોરબીના જણાવ્યા અનુસાર, આગામી તારીખ 29 જાન્યુઆરીના રોજ સરકાર તરફથી લેવામાં આવતી ગૌણ સેવા પસંદગીની પરીક્ષાના અનુસંધાને બહારગામથી પરીક્ષાર્થી બ્રાહ્મણ પરિક્ષાર્થીઓને પરશુરામધામ તરફથી પરશુરામ ધામ મોરબી ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇ મોટી સંખ્યામાં બ્રાહ્મણ પરિક્ષાર્થીઓને પરશુરામધામ તરફથી પરશુરામ ધામ મોરબી ખાતે આપવામાં આવનાર સેવાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ વધુ વિગત માટે ભુપતભાઇ પંડ્યા – 9825671698, ડો અનિલભાઈ મહેતા – 9727731361, ચિંતનભાઈ ભટ્ટ.- 9715277777 તથા નિરજભાઈ ભટ્ટ – 9979313192નો સંપર્ક કરવા પરશુરામ ધામ મોરબી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.