મોરબીમાં વધુ એક અકાળે મોતની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના પંચાસીયા ખાતે ચુલો સળગાવતા સમયે મહિલાના કપડાઓમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે મહિલા ગંભીર રીતે દાજી જતા તેનું પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પંચાસીયા ખાતે રહેતી મધુબેન જયંતીલાલ મકવાણા નામની મહિલાએ ગઈકાલે સવારના આઠ સાડા આઠેક વાગ્યે ચુલો સળગાવતા સમયે પેહેરેલ કપડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે મહિલા ગંભીર રીતે દાજી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે વાંકાનેર સરવારી હોસ્પિટલના ડોક્ટરે મહિલાને તપાસી તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.