મોરબીમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં મોરબીના મકનસર નજીક પ્રેમજી નગરમાં રહેતા વૃદ્ધે પૈસાની લેતી દેતી મામલે થયેલ ઝઘડામાં ઉશ્કેરાઈ જાયને ગત રોજ પોતાની જ પત્નીને છરીના ઘા ઝીકીને રહેંસી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રામજીભાઈ ચકુંભાઈ રાણવાએ પોતાનું મકાન વેચી નાખ્યું હતું.જેના વેચાણ અર્થે આવેલ પૈસા લેતી દેતી મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જે દરમિયાન ઉશ્કેરાયેલ પતિ રામજીભાઈ રાણવાએ પોતાની પત્ની ગંગાબેન રામજીભાઈ રાણવાને છરીના ઘા ઝીકી દેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ગંગાબેનના પુત્ર જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવાએ તેના પિતા રામજીભાઈ રાણવા સામે પોતાની માતાની હત્યા કર્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવની તપાસ હાથ ધરી હતી.