મોરબી એસ.ઓ.જી.ની ટીમે આમરણ ગામ પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પડી જજેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જવાનસિંહ ભરતસિંહ રાણાને ખાનગીરાહે બાતમી મળેલ કે, એક વ્યક્તિ શરીરે કથાઇ કલરનુ જાકીટ તથા આછા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તેનુ નામ સબીર અકબર સૈયદ (રહે.આમરણ વાળો) અત્યારે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક છે, જે મળેલ બાતમીનાં આધારે હકીકત વાળી જગ્યાએ જઇ એસ.ઓ.જી.ની ટીમે વોચમાં રહી કોર્ડન કરી સબિરભાઇ અકબરભાઇ બુખારી (રહે.આમરણ કોળી વાસ વાણીયા શેરી પાણીના ટાંકા પાસે)ને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડી તેની પાસેથી રૂ. ૧,૫૦૦/-ની કિંમતની જામગરી બંદુક કબ્જે કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.