ખેડૂતોને હાલ વીજળીને લઇ ઘણી બધી સમસ્યાઓ સતાવી રહી છે. ક્યાંક વીજળી પહોચતી નથી તો ક્યાંક રાત્રે વીજળી મળવાને કારણે ખેડૂત ઘોર અંધારામાં કામ કરવા મજબુર બન્યો છે. જેને લઇ મંત્રી કનુભાઈ દેસાઈને ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રજુઆત કરાઈ છે.
ભાજપના જીલ્લા મહામંત્રી અને કાર્યાલય પ્રભારી રણછોડભાઈ દલવાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં ખેતીમાં પાવર સપ્લાય ત્રણ પાળીઓમાં અપાય છે અને હમણા ઘણા સમયથી જીલ્લાના ઘણા ફીડરોમાં સતત રાત્રીના પાવર સપ્લાય મળે છે. રાત્રીના પાવર સપ્લાય મળવાના કારણે અને શિયાળાની ઠંડીની ઋતુ હોવાના કારણે ખુડુતોને ભોગવવી પડતી હેરાનગતી તથા મુશ્કેલીના કારણો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના ધ્યાનમાં આવતા રાજયના ઉર્જા મંત્રીને આ વાત ધ્યાને મુકી ખેતીમાં વારા પદ્ધતિ છે તે બરાબર છે. પરંતુ રાત્રી વારા વખતે સંપુર્ણ રાત્રીની પાળીમાં અને દિવસની પાળીમાં પણ સંપુર્ણ દિવસની પાળીમાં પાવર સપ્લાય કરવા માટે રૂબરૂ રજુઆતો કરેલ છે.