મોરબી જિલ્લામાં હવે ફક્ત શ્રાવણ માસમાં જ નહિ પરંતુ બારે માસ જુગાર રમવાનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા એક બાદ એક રેઇડ કરી આવા શખ્સોને પકડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશનની ટીમે હળવદ માળીયા હાઇવે પર જુગાર રમતા શખ્સો પર રેઇડ કરી હતી. પરંતુ પોલીસને આવતી જોઈ જતા બે શખ્સો તમામ રોકડ લઈ ફરાર થયા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદ માળીયા હાઇવે પર આવેલ અમુલ ફર્નિચર અને એ.સી. એગ્રો વચ્ચે રોડની સાઈડમાં આવેલ બાવળના જુંડમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા તેઓએ સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા અશોકભાઈ જેઠાભાઈ ચીભડીયા, સુરેશભાઈ વિનુભાઈ વાઘેલા, અલ્તાફભાઈ હુસેનભાઈ કટીયા, ગોવિંદભાઈ અજાભાઈ જખાણીયા તથા નાનજીભાઈ બાબાભાઈ વાઘેલા નામના શખ્સોને પકડી પાડ્યા હતા. જયારે પોલીસને આવતા જોઈ જઈ સામતભાઈ ભરવાડ તથા વિપુલભાઈ રાજુભાઈ વાઘેલા નામના શખ્સો રોકડ રૂ.૧૦,૪૦૦/- નો મુદ્દામાલ લઈ સ્થળ પરથી ફરાર થયા હતા. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.