મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલને સુચના આપતા સૂચના અન્વયે કે.જે.ચૌહાણ તથા પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતતી આરોપી સ્ત્રીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડી છે.
મળતી માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંભાઇ વામજા તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બે ગુનામાં નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂ ચકુ દેવીપુજક (રહે.રાજકોટ, કોઠારીયા રોડ,હુડકો કવા.પાછળ દિપ્તીનગર, શેરી નં.૧) હાલે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ માં નીકીતાબેન નામથી રહેતી હોવાની હકીકત મળતા ઉપરોકત સ્ટાફ તથા મહીલા હેડ કોન્સ્ટેબલ ફુલીબેન તરારનાઓ સાથે હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા બે ગુન્હામાં નાસતી ફરતી આરોપી સ્ત્રી નીરૂબેન ઉર્ફે નીકીતાબેન સોલંકી (રહે. રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સંતોષી માતાજીના મંદીર સામે)ને આજરોજ તા.૦૧/૦૨/૨૩ ના પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.