સામાન્ય પ્રજાજનોને ને વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે હેતુથી લોનમેળા નું હળવદ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચના મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ પોલીસ દ્વારા લોકોને સરળતાથી નાણાકીય સહાય મળે અને એક જ જગ્યાએ સરકારી સહાયની માહિતી મળી શકે તે બાબતે લોક ઉપયોગી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હળવદ પીઆઇ એમ વી પટેલ તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ તેમજ વેપારી આગેવાનો તેમજ સરકારી ખાનગી અને સહકારી બેંકના અધિકારીઓ તથા કર્મચારીઓ તેઓના હેલ્પ ડેસ્ક ઉપર લોનના સાહિત્ય સાથે ઉપસ્થિત રહ્યા હતા,
વ્યાજખોરના વિષચક્રથી બચવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો નાગરિકોને ઓછા વ્યાજે બેંક લોન મળી રહે તે માટે લોન મેળા કેમ્પનું આયોજન લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી નેશનલાઈઝડ બેંક થી માંડીને કોઓપરેટિવ બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી,તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગો ના પ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં હળવદ તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનોને આ યોજનાઓની વિસ્તૃત લોનમેળામાં જાણકારી આપવામાં આવી હતી.
ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીઆઇ એમ.વી.પટેલ. વાસુદેવભાઇ પટેલ, ગીરીશભાઈ લકુમ, યુઝવેન્દ્રસિંહ જાડેજા, કિર્પાલસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.