Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરની વરડુસર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ૧૦ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરની વરડુસર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ૧૦ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ નાબૂદ કરવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વરડુસર ચોકડી પાસે રેઇડ કરી ૧૦ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વરડુસર ચોકડી પાસે આવેલ જય ગોપાલ દુકાન પાછળ અમુક લોકો જાહેરમાં ગોળકુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા બાબુભાઇ હકાભાઇ ગમારા (રહે.પલાસ તા.વાંકાનેર જી.મોરબી), મોમભાઇ નાથાભાઇ ડાભી (રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી), બળદેવભાઇ રમેશભાઇ કાંજીયા (રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી), રમેશભાઇ માધાભાઇ ગમારા (રહે.રફાળેશ્વર,મચ્છુ મંદીરની બાજુમાં તા.જી.મોરબી), લખુભાઇ મનુભાઇ બાવળા (રહે.મોરબી,લીલાપર રોડ,પાંજરાપોળ પાછળ,ખડીયાવાસ તા.જી.મોરબી), કનુભાઇ નકુભાઇ ખાચર (રહે.રંગપર તા.વાંકાનેર જી.મોરબી), નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા (રહે.રાજકોટ,સંતકબીર રોડ,સીલ્વર નેસ્ટ સોસાયટી શેરી નં.૫ તા.જી.રાજકોટ), મુકેશભાઇ જગાભાઇ લામકા જાતે ભરવાડ (રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી), મહાવીરસિંહ દીલુભા ઝાલા (રહે હાલ-સમથેરવા તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-રંગપર તા.જી.મોરબી) તથા પ્રવીણભાઇ વાલજીભાઇ કુનતીયા (રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી) નામના પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી કુલ રોકડ રૂ.૪૮,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!