રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. ત્યારે વ્યાજ ખોરો હજુ પણ સામાન્ય માણસને હેરાન પરેશાન કરી રહ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વાંકાનેરના હસનપર ખાતે રહેતા વેપારીએ આરોપીઓને મૂળ રકમ કરતા વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં મુળીની પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના હસનપર ખાતે રહેતા ઉતમભાઇ અવચરભાઇ પીપળીયા નામના વેપારી યુવકે ધંધોર્થે અલગ અલગ તારીખે જલારામજીન પાસે ભાટીયા સોસાયટી વાંકાનેરમાં રહેતા ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા તથા વાંકાનેરના ધમલપર -૨ ખાતે રહેતા સુરેશભાઇ ભલાભાઇ ડાભી નામના આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધલ હતા. જેમાં ભરતભાઇ પાસેથી ૫,૦૦,૦૦૦/- તથા સુરેશભાઇ પાસેથી રૂપીયા ૧૨,૫૦,૦૦૦/- લીધેલ હોય જેનું ભરતભાઇને ૩,૬૦,૦૦૦/- તથા સુરેશભાઇને ૨૮,૮૦,૦૦૦/- વ્યાજના રૂપીયા ચુકવવા છતાં બંને આરોપીઓએ મુળ રકમની વેપારી યુવક પાસેથી બળજબરીથી વધુ રકમ મેળવવા સારુ પઠાણી ઉઘરાણી કરી તેમજ ભરતભાઈને આપેલ કોરા ચેક બાબતે કેસ કરવાની ધમકી આપતા સમગ્ર મામલે ઉતમભાઇ અવચરભાઇ પીપળીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં બંને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.