ગુનેગારો ને માત્ર પકડી પાડવાથી કામ પૂરું થઈ નથી જતું ત્યાર બાદ સચોટ અને મજબૂત પુરાવા ઉભા કરવા એ પોલીસ માટે મોટો પડકાર છે અને આ પૂરાવા ને સાચા સાબિત કરવા એ સરકારી વકીલમાટે મોટો પડકાર હોય છે એવા જ એક ગુન્હામાં ઝડપાયેલા ચાર આરોપીઓને વડોદરા સેંશન્સ કોર્ટ દ્વારા કેદ ની સજા ફટકરવામાં આવી છે.
આ કેસની વધુ વિગત મુજબ જોઈએ તો વર્ષ ૨૦૧૭ માં વડોદરા શહેર એસઓજી ના અધિકારી તેમજ કર્મચારીઓ ને મળેલ બાતમીના આધારે શાહનવાઝ ઉર્ફે શાનું મહમદ ઈદ્રિશ પઠાણ (રહે.કિશાન નગર ડભોઈ રોડ .વડોદરા)ને નકલી નોટ ,માર્કશીટ તેમજ દસ્તાવેજો અને રબબર સ્ટેમ્પ માર્કશીટ સહિતના દસ્તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા ઝડપી પાડ્યો હતો.
જે બાદ પીઆઈ એચ.એમ.વ્યાસ દ્વારા ઝડપાયેલ આરોપીની પુછપરછ કરતા અન્ય ત્રણ આરોપીઓ રિયાઝ અલી મુસ્તાક અલી સૈયદ(રહે.મિર્ઝા કોલોની અકોટા,વડોદરા),યોગેશ સુરેશભાઈ સંઘાણે(રહે.નવા બજાર વડોદરા) અને દીનકર ચંદુભાઈ શિંદે(રહે.હાથિખાના વડોદરા) વાળના નામ ખુલતા તેને પણ ઝડપી પાડ્યા હતા .
બસ હવે અહીંથી શરૂ થાય છે તપાસ :એ તપાસ કે જેની નાની ભૂલનો લાભ જો આરોપીને મળી જાય તો આરોપી જેલ જવાથી બચી જાય
ત્યાર બાદ તપાસ માં ઘટસ્ફોટ થયો કે બે આરોપી વીજ કંપની માં નોકરી કરે છે અને ભણતર ની લાયકાત ન હોવાથી નકલી માર્કશીટ અને લીવીંગ સર્ટી બનાવી નોકરી મેળવી હતી બાદમાં તપાસ દરમિયાન સાક્ષીઓ ના નિવેદનો લેવાયા આરોપી ના હસ્તાક્ષર ને એફએસએલ માં મોકલાયા અને તમામ પ્રકારની ચીવટ રાખી પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ અને જે બાદ આજે આ કેસ વડોદરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ બી.એસ.પુરોહિતની ધારદાર દલીલો ને આધારે આરોપી શાહ નવાજ ઇરફે શાનુંને દસ વર્ષની સજા ફટકારાઈ હતી જયારે અન્ય ત્રણ આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફટકરાઈ હતી.
આ સમગ્ર કેસમાં આરોપીઓને સજા આપવાનું કામ ન્યાય તંત્ર નું છે પરન્તુ સજા અપાવવા માટેનો પાયો હોય છે ચાર્જશીટ ચસર્જશીટ જેટલી મજબુત આરોપી ને સજા પડવાની શકયતા એટલી જ મજબુત હોય છે.