મોરબીમાં વિદેશી દારૂ વેચતા ઇસમોને ઝડપી પાડવા પોલીસ સતત કાર્યરત હોય તે દરમિયાન ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા છે.
જેમાં પ્રથમ દરોડામાં મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા પાસે રેઇડ કરી હતી અને જગમલભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા (રહે- રાજપર ગામ હનુમાનજીના મંદિર પાસે) નામના શખ્સની વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇન્ગ્લીશદારૂની મેગડોવેલ્સ નં-૦૧ કલેક્સન વ્હીસ્કીની રૂ.૧૮૭૫/-ની કિંમતની ૦૫ બોટલના મુદ્દામાલ સાથે અટકાયત કરી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા દરોડામાં મોરબી તાલુકાના મકનસર સ્વામીનારાયણ મંદીર સામે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર શંકાસ્પદ મોટરસાયકલ નં. GJ-36-AG-17ને રોકી તેની પૂછપરછ કરી તેની તપાસ કરતા તેની પાસેથી રૂ.૭૫૦/-ની કિંમતની ૦૨ મેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કીની બોટલો મળી આવતા પોલીસે બાઈક ચાલક યતીશભાઈ બાબુભાઈ મુછડીયા (રહે.રફાળેશ્વર તા-જી.મોરબી)ની અટકાયત કરી છે, અને બાઈક સહીત કુલ રૂ.૩૦,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે નાની બજાર પાસે થી કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા (રહે,લીલાપર ગામ તા.જી.મોરબી) નામના શખ્સને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રૂ.૪૫૦/-ની કિંમતની એક બોટલ સાથે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.