મોરબી જિલ્લા ના માળીયા મિયાણા અમદાવાદ અને કચ્છ ને જોડતો રોડ હોય ત્યારે બુટલેગરો પણ દારૂની હેરફેર કરવા મોટાપાયે આ રોડનો ઉપયોગ કરે છે ત્યારે મોરબી એલસીબી દ્વારા પણ અગાઉ આ રોડ પરથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પણ આ જ રોડ પરથી દારૂના જથ્થા સાથે એક ઇસમને દબોચી લેવાયો છે.
જેની વિગત વાર માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ રવિરાજસિંહ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે માળીયા મિયાણા નજીક એક ઇસમ કારમાં દારૂનો જથ્થો લઈને પસાર થાવનો છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વોચ ગોઠવી નમ્બર વગરની મહિન્દ્રા એક્સ્યુવી કારને રોકીને તલાશી લેતા તેમાંથી ૨૫૧ બોટલ દારૂ મળી આવ્યો હતો.
જેથી પોલીસે આરોપી વીનેશ રામાભાઇ કોળી (રહે.જંગી ગામ તાં.ભચાઉ કચ્છ) વાળાની દારૂ કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.૧૦,૯૯,૯૦૫ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને પ્રાથમિક પુછપરછ માં અન્ય ત્રણ ઈસમો અરવિંદસિંહ ઝાલા,રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા(રહે.બન્ને કચ્છ) અને દારૂ મંગાવનાર ના નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.