Sunday, November 24, 2024
HomeGujaratહવે હાથમાં મોબાઈલ રાખવો સુરક્ષિત નથી:મોરબી એલસીબીએ મોબાઈલ ચિલઝડપ કરતી ગેંગના સભ્યને...

હવે હાથમાં મોબાઈલ રાખવો સુરક્ષિત નથી:મોરબી એલસીબીએ મોબાઈલ ચિલઝડપ કરતી ગેંગના સભ્યને ૨૯ મોબાઈલ સાથે ઝડપી પાડ્યો

સામાન્ય રીતે આપણે રોકડ રકમ કે સોનુ ચાંદી જવેરાત જાહેરમાં પહેરવાનું ટાળતા હોય છીએ કેમ કે આવી કિંમતી વસ્તુઓ જાહેરમાં લઈને નીકળતા વ્યક્તિઓ પર ચોર લૂંટારા કે ચિલ્ઝડપ કરનારા ટાપીને બેઠા હોય છે ત્યારે હવે આ યાદી માં મોબાઈલ નું પણ નામ ઉમેરાયું છે જેમાં મોરબીમાં મોબાઈલ ની ચિલ્ઝડપ કરનાર ગેંગના એક સભ્યને મોરબી એલસીબીએ દબોચી લીધો છે.

- Advertisement -
- Advertisement -

વિગતવાર માહિતી અનુસાર મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક સીરામીક ફેકટરીમાં ઇલેક્ટ્રીક કામ કરતા શ્રમિક રોડ પર ઉભો હતો તે દરમિયાન અજાણ્યા ચાર યુવકો તેના હાથમાંથી મોબાઈલ આંચકીને નાસી છૂટ્યા હતા જે બાબતે ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આવા સામાન્ય કેસમાં પણ મોરબી એલસીબીને તપાસ હાથ ધરી હતી અને ભોગ બનનારના સમગ્ર ઘટનાના વર્ણન ને આધારે આ એક મોડ્સ ઓપરેન્ડી ધરાવતા લોકોનું કામ હોવાનું જણાઇ આવતા તુરંત એલસીબી ટીમ સતર્ક થઈ ગઈ હતી અને સીસીટીવી કેમેરા અને હુમન ઇન્ટેલિજન્સ ના આધારે ગણતરીની કલાકોમાં એક ઇસમ કાનજીભાઈ ઉર્ફે રાજેશભાઇ ચાવડા(ઉ.વ.૨૧ રહે.પટેલ સોસાયટી સામા કાંઠે મોરબી -૨)વાળાને ઝડપી લેવાયો હતો જેની પૂછપરછ માં ખુલાસો થયો હતો કે જાંબુડીયા નજીક ચિલ્ઝડપ તેણે જ કરી હતી અને તે અને તેના અન્ય ત્રણ મિત્રો મળીને અન્ય જગ્યાએ પણ આવો ગુનો કરેલ છે તેમજ પોલીસે અલગ અલગ કંપની ના રુપિયા ૧,૧૫,૦૦૦ ની કિમતના ૨૯ જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે અને અન્ય ત્રણ ઈસમો પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ,પીએસઆઈ કે.જે.ચૌહાણ,એન.એચ.ચુડાસમા,એ.ડી.જાડેજા તેમજ એલસીબી પેરોલ ફ્રલો સ્કોડ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!