ઝૂલતા પુલ દુર્ધટના વખતે તંત્ર તરફથી સૌ પ્રથમ મોરબી ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી માટે પહોચી હતી અને આવડી મોટી દુર્ઘટનામાં માત્ર એક બોટ ના સહારે કામગીરી કરવાની ફરજ પડી હતી
મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના ને ત્રણ મહિના જેટલો સમય વીત્યો. જેમાં જરૂરી સાધનો ની અછત વચ્ચે લોકોના જીવ બચાવવામાં પડકારજનક ભૂમિકા ફાયર વિભાગના જવાનોએ બજાવી હતી. ત્યારે હાલ મોરબી જિલ્લાના ફાયર વિભાગના જવાનોને ફરજ દરમિયાન સાધનો ની અછત ને કારણે કેવી અગવડતાઓ પડે છે અને મોરબીમાં હાઈરાઈઝ બિલ્ડિંગો ના વધતા વ્યાપ વચ્ચે ફાયર વિભાગ પાસે માત્ર ત્રણ થી ચાર માળ સુધી જ આગ બુઝાવી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે!
ઝૂલતા પુલ દુર્ધટના વખતે બચાવ કામગીરી કરી હતી પરંતુ એક જ બોટ દ્વારા કેટલી મદદ કરી શકાય?બીજી બોટ આવે રાજકોટ જિલ્લામાંથી તો ઓછામાં ઓછો એક કલાકનો સમય થાય એક કલાક સુધી ક્યો માણસ પાણીમાં જીવી શકે ?મૃતદેહો કાઢવા બોટ મંગાવી હતી કે બચાવ કામગીરી કરવા? હજુ પણ તંત્ર વધુ સાધનો ફાળવવામાં ઠાગા થૈયા કરે છે
ફાયર વિભાગનો સ્ટાફ પણ કામ પ્રત્યે ઈમાનદાર છે પરંતુ સાધનો જ ન હોય તો સ્ટાફ પણ શુ કરે?
મોરબી જિલ્લો તો બન્યો સાથે સાથે મોરબી માં બહુમાળી બિલ્ડીંગ પણ અનેક ગણી વધી છે ત્યારે જો આ હાઇરાઈઝ બિલ્ડિંગો માં ત્રણ માળથી ઉપર કોઈ આગ લાગવાના બનાવ બને તો મોરબી ફાયર વિભાગ પાસે આગ બુઝાવવા માટે જરૂરી સાધનો નથી અને આ મામલે મોરબી ફાયર વિભાગ દ્વારા અનેક વખત માંગણીઓ કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ માંગણી સ્વીકારાઈ નથી અને જરૂરી સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી ત્યારે ઝૂલતા પુલ દુર્ધટના માં સૌથી પેહલા મોરબી ફાયર ટીમ દ્વારા રેસક્યું કામગીરી ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ મોરબી ફાયર ના જવાનો દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા હતા પરંતુ એક જ બોટ ના સહારે આવડા મોટી દુર્ઘટનામાં રેસ્કયુ કામગીરી કરવી એ પડકાર રૂપ સાબિત થઈ હતી અને આજુ બાજુના જિલ્લા માંથી અન્ય ટીમો ને બોલાવવામાં આવી હતી પરંતુ તેઓને પહોંચવામાં સામાન્ય રીતે એક કલાક જેટલો સમય લાગી જ જતો હોય છે ત્યારે જો મોરબી ફાયર વિભાગ પાસે જો વધુ સાધનો હોત તો તેઓ વધુ લોકોના જીવ બચાવી શક્યા હોત જેથી હાલમાં સરકાર પાસે વધુ સાધનો ની માંગણી કરી હતી.
તેમજ લોકોના જીવ બચાવવા ફરજ દરમિયાન પોતાના જીવ જોખમમાં મૂકતા ફાયર ના જવાનો ની સુરક્ષા માટે પણ જરૂરી સાધનોની અછત છે તેમાં હાલમાં ફાયરનાના જવાનો આગ લાગી હોય ત્યારે ધુમાડા થી બચવા ખાસ પ્રકારનું માસ્ક હોય છે જે મોરબી ફાયર વિભાગ પાસે માત્ર એક જ અને હાલમાં ૧૬ જેટલા ફાયર કર્મચારીઓ ફરજ નિભાવતા હોય જેથી અન્ય કર્મચારીઓ ને રૂમાલ બાંધીને આગ બુઝાવવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.