Sunday, November 24, 2024
HomeGujaratહળવદમાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમ હળવદ મોરબી ચોકડી પાસેથી પકડાયો

હળવદમાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમ હળવદ મોરબી ચોકડી પાસેથી પકડાયો

સમગ્ર રાજ્યમાં બાઇક ચોરી કરી ભંગારમાં અને અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચી મારતી અનેક ગેંગ સક્રીય છે. જેને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલને સૂચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોકેટકોપ એપની મદદથી હળવદ વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલને મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા સુચના મળતા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક ઇસમ હળવદની મોરબી ચોકડી ખાતેથી નિકળનાર છે. જે હકીકતના આધારે હળવદ મોરબી ચોકડી ખાતે વોચ ગોઠવી રાજેશ નાગરભાઇ સાપરા (રહે.મોડેલ સ્કુલ પાછળ,હળવદ તા. હળવદ જિ. મોરબી) નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોરટસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે રહેલ બાઈકને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા શખ્સને વધુ સઘન પુછપરછ કરી મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન/ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા મોટર સાયકલ હળવદ લક્ષ્મીનરાયણ ચોક પાસેથી ચોરી થયેલ હોવાનું જણાઇ આવેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હોય જે મળી આવેલ ઇસમને હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ રૂ. ૩૦,૦૦૦/-ની કિંમતની મોટર સાયકલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!