Friday, October 18, 2024
HomeGujaratરફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા

રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા

મોરબી એસ.ઓ.જી. ટીમને મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં થતા ગાંજાના વેપારને પકડી પડ્યો છે. અને બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા અંગે કામગીરી કરવા સુચના આપેલ હોય તે દરમિયાન મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, અમુભારથી કાનભારથી ગોસાઇ અને બાબુભાઇ પાલાભાઇ રાઠોડ (રહે. બન્ને રફાળેશ્વર ગામ આંબેડકરનગર) નામના શખ્સો સાથે મળી અમુભારથી કાનભારથી ગોસાઇના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે રહેણાંક માકને જઇ રેઇડ કરતા બંને ઈસમો રૂ. ૪૪,૫૦૦/-ની કિંમતના ૪ કિલો ૪૫૦ ગ્રામ ગાંજાના જથ્થા તથા ૨ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપીયા ૭૧૦૦/- સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.૫૩,૩૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. જેમના વિરુદ્ધ એન.ડી.પી.એસ, એક્ટની કલમ-૮(સી), ૨૦(બી) મુજબની કાર્યવાહી કરી બંનેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે બંને આરોપીની પુછપરછ કરતા તેમણે કરશનભાઇ ભીખાભાઇ વાધેલા (રહે.બનાસકાઠા) નામનો ખુલાસો કરતા તેને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!