ટંકારા તાલુકાના વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમા ગત તા-૦૮/૦૨/૨૦૨૩ ના સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે બે જુથ્થ સામ-સામે આવી ગયા બાદ બંને જુથ્થ વચ્ચે શસસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ અથડામણ માત્ર રીક્ષા સાઇડમા ચલાવવા જેવી નજીવી બાબતે થઈ હતી. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, મેરૂભાઇ બચુભાઇ ઉધરેજા (રહે- વિરપર ગામ નવા પ્લોટ વિસ્તારમા તા- ટંકારા જી-મોરબી)એ રાજુભાઇ ગોવિંદભાઇ ઉધરેજા નામના શખ્સને રીક્ષા સાઇડમા ચલાવવા બાબતે કહેલ હોય તેનો ખાર રાખી ગત તા-૦૮/૦૨/૨૦૨૩ ના રોજ આરોપીએ મેરૂભાઇ તથા તેની સાથે રહેલ સ્નેહીજનોને ગાળો આપી તથા ફરીના બાપુને હાથમા ધોકકાનો એક ધા મારી ફેકચર કરી તથા સુનીલભાઇ રાજુભાઇ ઉધરેજાએ ફરિયાદી મેરૂભાઇને ડાબા હાથની બગલ પાસે તથા અંગૂંઠા પાસે છરી વડે ઇજા કરી તથા યુનુસભાઇને ડાબા પગમા છરી મારી ઇજા કરી તથા સંજયભાઇ રાજુભાઇ ઉધરેજાએ ફરિયાદીને માથાના ભાગે ધોકાનો એક ધા મારી તથા ગીતાબેનને માથાના ભાગે ધોકકાનો એક ધા મારી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મેરૂભાઇ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
બીજી ફરિયાદ અનુસાર, ગત તા-૦૮/૦૨/૨૦૨૩ ના સાંજના આશરે સાડા સાતેક વાગ્યા આસપાસ સંજયભાઇ રાજુભાઇ ઉધરેજા (રહે- વિરપર ગામ નવા પ્લોટ વિસ્તારમા તા- ટંકારા જી-મોરબી) વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમા હતા ત્યારે મેરૂભાઇ બચુભાઇ ઉધરેજા, બચુભાઇ ગોવિંદભાઇ ઉધરેજા તથા ગીતાબેન મેરૂભાઇ ઉધરેજાએ સ્થળ પર ધસી આવી સંજયભાઇને મેરૂભાઇએ લાકડાના ધોકકા વડે માથાના ભાગે એક ધા મારી ઇજા કરી તથારૂભાઇ તથા બચુભાઇ ઉધરેજાએ સંજયભાઈને તથા તેની સાથે રહેલ લોકોને ઢીકાપાટુનો મુંઠમાર મારી તથા ત્રણેય આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.