મોરબીમાં ડામર રોડે ફરી મોકાણ સર્જી છે. હજુ તો ઉનાળો ચાલુ પણ નથી થયો અને ત્યાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મઢવામાં આવેલ રોડ પરનો ડામર પીગળીને બરબાદ થયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી પેદા થઈ છે. શહેરમાં ડામર રોડનો ડામર પીગળી જવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સજયૉ છે.
અગાઉ મોરબીના મુખ્ય માર્ગો અતિ બિસ્માર હાલતમાં હતા જેને ૧૫-૨૦ દિવસ આગાઉ ચકાચક કરી દેવાતા મોરબી વાસીઓ મોજ માં હતા પરંતુ આ તંત્ર લોકોને મોજ માં રેવા દયે તો પ્રજાનું કલ્યાણ થઈ જાય એમ છેલ્લા બે દિવસથી સામાન્ય તડકો પડે છે ત્યારે ઉનાળાની શરૂઆત પેહલા મોરબીના જે રસ્તાઓ રિસરફેસ કરવામાં આવ્યા હતા ત્યાં ડામર પિગડ્યો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પેહલા જ મોરબીના મુખ્ય માર્ગોનું રિઝરફેસિંગ કરાયુ હતું. જે કામ થોડા સમય પહેલા જ થયું હતું તે તમામ રસ્તાઓ પર ડામર પીગળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચાલીને જતાં લોકોના પગ પણ ડામરમાં ચોંટી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.ત્યારે આ દ્ર્શ્યો જોતા એવું લાગી રહ્યું છે કે હજુ આગામી સમયમાં તાપમાન વધશે ત્યારે મોરબીના રસ્તાઓ પર ડામરની નદીઓ જોવા મળે તો નવાઈ ની વાત નથી .